Home> Entertainment
Advertisement
Prev
Next

આમિર ખાન અને ફાતિમા સના શેખના અફેયર વિશે થયો મોટો ખુલાસો

દંગલ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ફાતિમા સના શેખ (Fatima Sana Shekh) અને આમિર ખાન (Aamir Khan)ના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા

આમિર ખાન અને ફાતિમા સના શેખના અફેયર વિશે થયો મોટો ખુલાસો

મુંબઈ : દંગલ (Dangal) ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ફાતિમા સના શેખ (Fatima Sana Shekh) અને આમિર ખાન (Aamir Khan)ના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. સોશિયલ મીડિયામાં ફાતિમા અવારનવાર ટ્રોલ થતી હોય છે. દંગલ પછી ફાતિમા અને આમિર ખાન મોટાભાગના કાર્યક્રમોમાં સાથે જોવા મળતા હતા. તેમની આ વર્તણુંકને કારણે અનેક લોકોનું ધ્યાન તેમના સંબંધો તરફ ખેંચાયું હતું અને લોકોએ તેમના અફેયરની ચર્ચા કરવાનું શરૂ કરી દીધું હતું. 

હાલમાં જ્યારે ફાતિમાને આડકતરી રીતે સવાલ કરવામાં આવ્યો કે તે અફેયર અને રિલેશનશીપ હ્યુમરને કઈ રીતે હેન્ડલ કરે છે? ત્યારે ફાતિમાએ જવાબ આપ્યો હતો કે હેન્ડલ કરવાની શું જરૂર છે? જેને જે કહેવું હોય એ કહી શકે છે. આ વાત કરતી વખતે ફાતિમાની બોડી લેન્ગવેજ એકદમ સામાન્ય હતી અને એવું લાગતું હતું કે તેને આ ચર્ચાથી કોઈ ફરક નથી પડતો. 

ફાતિમા સના શેખ હાલમાં તેની ફિલ્મને કારણે ચર્ચામાં છે. તે હાલમાં અનુરાગ બાસુની ફિલ્મમાં કામ કરી રહી છે. તેની અન્ય ફિલ્મ ભુત પોલીસની રિલીઝમાં હજી થોડી વાર છે. આ સિવાય તે શશાંક ખેતાનની શોર્ટ ફિલ્મમાં કામ કરી રહી છે અને આ ફિલ્મ પણ બહુ જલ્દી રિલીજ થશે. 

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More